sanjay

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

sonal

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

gami

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday, February 2, 2016

સ્કૂલોમાં શિક્ષકોની ઘટ પુરવા સરકાર દ્વારા હવે પ્રવાસી શિક્ષકોની યોજના



પ્રાથમિકથી માંડી ઉ.માધ્યમિકની સરકારી-ગ્રાન્ટેડ

                        રાજ્યમાં પ્રાથમિક થી માંડી ઉચ્ચતર માધ્યમિકની સૂક્લોમાં શિક્ષકોની મોટા પાયે પડી રહેલી ઘટને પુરી કરવા હવે સરકારે પ્રવાસી(મુલાકાતી) શિક્ષકોની યોજના અમલમાં મુકી છે.ફિક્સ પગાર બાદ સરકારે હવે બે વર્ષ માટે આ મુલાકાતી શિક્ષકોની યોજનાની જાહેરાત કરી છે જેમાં શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય અટકે નહી તે માટે સરાકરીથી માંડી ગ્રાન્ટેડ સ્કૂલોમાં    મુલાકાતી શિક્ષકો લેવાશે અને જેઓને નક્ક કરાયેલ માનદ વેતન સરકાર  ચુકવશે.
સરકારે ઠરાવ કરી બે વર્ષ માટે આ યોજના દાખલ કરી ઃ મુલાકાતી શિક્ષકોને ૭,૫૦૦થી ૧૩,૭૦૦ સુધીનું માનદ વેતન સરકાર ચુકવશેે
                        પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની અછતને લઈને નવા શિક્ષકોની ભરતી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામા આવી રહી હતી અને બીજી બાજુ કાયદાકીય કેસોને લઈને ટેટ સહિતની પરીક્ષામાં પાસ થયેલા નવા શિક્ષકોની ભરતી પણ રોકાયેલી છે ઉપરાંત સરકારે કાયમી  શિક્ષકો અને આચાર્યોની ભરતી જ ન કરી હોઈ હાલ રાજ્યમાં મોટા પાયે શિક્ષકો-આચાર્યોની ઘટ પડી રહી છે ,જેમાં ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિષયદીઠ શિક્ષકોની ઘણી અછત છે.આ મુદ્દે આખરે સરકારે આજે સ્કૂલોમાં મુલાકાતી શિક્ષકોની ભરતી  કરવાની જાહેરાત કરી છે.શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરીને બે વર્ષ માટે આ પ્રવાસી શિક્ષકોની યોજના અમલમાં મુકી છે.
                       સીધી ભરતીથી શિક્ષકો સરકાર ન  લે ત્યાં સુધી લાગુ કરાયેલી આ હંગામી યોજનામાં એક માસ કરતા વધુ રજા પર શિક્ષક જાય ત્યારે અને મંજૂર જગ્યા સામે ખાલી પડેલી શિક્ષકની જગ્યા પર પ્રવાસી શિક્ષકો લેવાના રહેશે. શિક્ષકોની ભરતીથી માંડી વેતન તેમજ તમામ પ્રકારની મોનિટરિંગની જવાબદારી પ્રાથમિક કક્ષાએ પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી અને મા.તથા ઉ.મા.કક્ષાએ જીલ્લા શિક્ષણાધિકારીની  રહેશે. લાં બી રજા પર ગયેલા શિક્ષકો સામે મુકાયેલા પ્રવાસી શિક્ષકોને મૂળ શિક્ષક પરત ફરતા મુલાકાતી શિક્ષકની વ્યવસ્થાનો અંત લાવવાનો રહેશે અને જો વધારે સમય રખાશે તો તેનો પગાર આચાર્યના પગારમાંથી કપાશે. આ યોજનામાં પ્રાથમિકમાં માસિક મહત્તમ વેતન રૃ.૭૫૦૦ તથા માધ્યમિકમાં મહત્તમ વેતન રૃ.૧૩૫૦૦ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૧૩,૭૦૦ મહત્તમ વેતન ચુકવવામા આવશે.

No comments:

Post a Comment